👉 * દરવર્ષનીજેમ આ વખતે પણ સંજયભાઈ પટેલ અને અલ્પેશભાઈ પટેલ દ્વારા ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ,સાથે સાથે તુલસી કુંજ પરિવાર ઉત્સવ સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું હતું.
શૈક્ષણિક ઇનામો સંજયભાઈ પટેલ અને અલ્પેશભાઈ તરફથી આપવામાં આવેલ હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારને ઇનામો તુલસીકુંજ પરિવાર ઉત્સવ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતા .🌷
ધોરણ 10 માં ગુજરાતીના વિષય માટે ઇનામો શ્રી ગોવિંદભાઈ દરજી તરફથી પ્રોત્સાહન રૂપે રાખવામાં આવેલ હતા.
🌷
આ તબક્કે તુલસી કુંજ પરિવાર ઉત્સવ સમિતિ સંજયભાઈ પટેલ અને અલ્પેશભાઈ પટેલ પરિવારનો ખુબ ખુબ આભાર માને છે.🙏
પ્રોત્સાહન ઇનામ માટે શ્રી ગોવિંદભાઈ દરજી નો પણ ઉત્સવ સમિતિ દ્વારા ખુબ ખુબ આભાર માનવામાં આવે છે.🙏
આ સંયુક્ત કાર્યક્રમમાં અવની, અલ્પા ,અર્પણા અને અમિત સોસાયટીના તમામ ભાઈઓ બહેનો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો એ બદલ તુલસી કુંજ પરિવાર ઉત્સવ સમિતિ સોસાયટીના સર્વે ભાઈઓ બહેનો બાળકોનો ખૂબ ખૂબ આભાર માને છે.🙏
કાર્યક્રમના અંતે આ વર્ષે પણ ભાઈ શ્રી જીગરભાઈ ભરતભાઈ શાહ તરફથી હાજર સર્વને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો એ બદલ એમનો પણ ઉત્સવ સમિતિ ખુબ ખુબ આભાર માને છે.🙏
પ્રમુખશ્રી,
કેયુરભાઈ શંકરભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર અંદાજે 40 સભ્યોની યુવાન ટીમ🙏🌷











