World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

USA News: કલિફટન સિનિયસઁ એસોસીએશન દ્વારા ધમાકેદાર પિકનિકની ઉજવણી.

USA News: કલિફટન સિનિયસઁ એસોસીએશન દ્વારા ધમાકેદાર પિકનિકની ઉજવણી.
International Views: 222
1 0
Spread the love

Read Time:3 Minute, 22 Second

વિદેશી ધરતી પર ભારતીયોનો દમખમ
“કલિફટન સિનિયસઁ એસોસીએશન દ્વારા ધમાકેદાર પિકનિકની ઉજવણી. “
અમે ભારતીયો કદાચ વિપરીત પરિસ્થિતિઓમાં જ એક છીએ અને સંગઠિત થવાનું પસંદ કરીએ છીએ એટલુજ નથી, આપણો દેશ છોડીને વિદેશી ધરતી પર આવીને પણ ભારતીયો અહીં એકજૂટ થઈને પોતાનું અને સાથીઓનું વિકાસ કરતા હોય છે.
જો હું માત્ર ગુજરાતની વાત કરું તો અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં જ એક લાખથી વધુ ગુજરાતી વસે છે અને કુલ ભારતીયોની વસતી પાંચ લાખથી વધુ છે. અહીં ગુજરાતી લોકો દરેક પ્રકારના વ્યવસાયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સુપર માર્કેટ હોય કે હોટલ-મોટલનો વ્યવસાય, બધાં ક્ષેત્રોમાં ગુજરાતીઓનો દબદબો છે. નવી પેઢીના યુવાઓ પણ પોતાની પરંપરાને જીવંત રાખી સમાજસેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે.
આજકાલ એવી રીતી બની છે કે વિવિધ ભારતીય સંસ્થાઓ તેમના મૈત્રીભર્યા કાર્યક્રમો દ્વારા ભારતની સંસ્કૃતિ અને પરંપરા બતાવી રહ્યા છે.
છેલ્લા રવિવારે 29 જૂને ન્યૂજર્સી રાજ્યના ક્લિફ્ટન શહેરના ગેરેટ માઉન્ટેન
પાર્કમાં ઇન્ડો-અમેરિકન સિનિયર્સ એસોસિએશન ઓફ ક્લિફ્ટન દ્વારા ભવ્ય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને વિવિધ પ્રદર્શન સાથે સુંદર વેજીટેરિયન ચા, કોફી વિવિધ પ્રકારના ભજીયા સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું . સાથે ક્લાસિકલ ગીતો ધ્વારા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ થયું હતું.
આ કાર્યક્રમમાં ક્લિફ્ટનના મેયર ગ્રાબોવ્સ્કી, કાઉન્સિલર ટોની લટોના, ન્યુજરસી સ્ટેટના એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ જુડી બેસફડઁ, કલિફટન બોર્ડ ઓફ એજ્યુકેશના કમિશનર જોસેફ સીઓના, એન્ટની સીન્ટીએગો અને અન્ય કોમયુનીટીના પ્રતિનિધિઓએ હાજરી આપી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી .
એસોસિએશનના હરિશભાઇ સંઘવી , યોગેશ ત્રિવેદી, જયેશ ગાંધી, રણધીર નાયક, અરુણ ભાટિયા, હેમા ત્રિવેદી, અલકા રાણા , સુવર્ણા શાહ, વષાઁ ત્રિવેદી, નંદા ભાટિયા, તથા અન્ય સભ્યોએ કાર્યક્રમ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતમાં એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ રાણાએ પીકનીકના મુખ્ય સ્પોન્સર સુલોચનાબેન દેસાઈ અને ભરતભાઈ ત્રિવેદી તથા અન્ય દાતાઓના સહયોગને બિરદાવ્યા હતાં . છેલ્લે સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા માણી સહુ છુટા પડયા.
નીના જૈન ચોક્સી, ન્યુજર્સી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love