
તા.૨૨-૯-૨૦૨૫ સોમવાર આસો સુદ-૧ થી આસો નવરાત્રીના પવિત્ર શુભારંંભે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વર્ષોવર્ષ બન્ને નવરાત્રીમાં સમૂહમાં ગાયત્રી અનુષ્ઠાન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરાયું હતું,જેમાં પ્રથમ દિનથી નવ દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહ પૂર્વક ભક્તિમય બની બહેનોએ ભાગ લીધેલ અને શ્રધ્ધાળુ બહેનો દ્વારા શ્રધ્ધાપૂર્વક સમૂહમાં ૧૨ ગાયત્રી ચાલીસાનો પાઠ,ગાયત્રીમંત્રો,મહામૃત્યુંજ્ય મંત્રો,ભજન-ગીત,આરતી-પૂજાપ્રાર્થના-પ્રસાદ સહિત ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે સમગ્ર વિશ્વ કલ્યાણાર્થે સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિના શુભાશય હેતુથી શુભારંંભ કરવામાં આવ્યો હતો જેની તા.૩૦-૯-૨૦૨૫ ના નવરાત્રીની પૂર્ણાહુતિ નવમા દિવસે બપોર બાદ ૩-૦૦ થી ૫-૩૦ ૨૬,મિત્ર મિલન સોસાયટી,કોમન પ્લોટ પાસે,મીરામ્બિકારોડ,નારણપુરા,મંજુલાબેન ખોડાભાઈ પટેલના નિવાસસ્થાને બહેનો દ્વારા સમૂહમાં ગાયત્રીયજ્ઞ દ્વારા કરવામાં આવી હતી આથી સુવિદિત થાય કે સમૂહમાં કે વ્યક્તિગત રીતે નવરાત્રી દરમ્યાન ગાયત્રી પરિવારના અનેક પરિજનો વિશ્વભરમાં ગાયત્રી અનુષ્ઠાન ૨૪૦૦૦ ગાયત્રી મંત્રનું ૨૪૦૦ ગાયત્રી મંત્ર લેખન,૧૨ ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન અખિલવિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વારની પ્રેરણાથી કરી રહ્યા છે.
તા.૨૨-૯-૨૦૨૫ સોમવાર આસો સુદ-૧ થી આસો નવરાત્રીના શુભારંંભે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વર્ષોવર્ષ બન્ને નવરાત્રીમાં સમૂહમાં ગાયત્રી અનુષ્ઠાન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરાયું છે,જેમાં શ્રધ્ધાળુ બહેનો દ્વારા શ્રધ્ધાપૂર્વક સમૂહમાં દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસાનો પાઠ,ગાયત્રીમંત્રો,મહામૃત્યુંજ્ય મંત્રો,ભજન-ગીત,આરતી-પૂજાપ્રાર્થના-પ્રસાદ સહિત ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે સમગ્ર વિશ્વ કલ્યાણાર્થે સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિના શુભાશય હેતુથી નવ દિવસ દરમ્યાન દરરોજ બપોર બાદ ૩-૦૦ થી ૫-૩૦ ૨૬,મિત્ર મિલન સોસાયટી,કોમન પ્લોટ પાસે,મીરામ્બિકારોડ,નારણપુરા,મંજુલાબેન ખોડાભાઈ પટેલના નિવાસસ્થાને થશે.અંતમાં છેલ્લા દિવસે બહેનો દ્વારા સમૂહમાં અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞ થશે.






