Read Time:2 Minute, 37 Second
નમસ્તે જી.
૧૧.૦૭.૨૦૨૬ ના રોજ રાત્રે ૯.૦૦ થી ૯.૪૦ વાગ્યા સુધી વર્ચ્યુઅલ મીટિંગ (ગુજરાતી રાણા સમાજ ઇન્ટરનેશનલ મેટ્રિમોની ગ્રુપ 2) યોજાઈ.
એકબીજાને સાંભળનારા બધા 70 સહભાગીઓનો આભાર.
👉વર્ચ્યુઅલ મીટિંગ મા ચર્ચા કરેલ અગત્યના મુદ્દાઓ👇
- રાણાવાસ,ગોલવાડ, સ્ટ્રીટ ના માર્ગની સફાઈ, અતિક્રમણ દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે આયોજન.
- રાણાવાસ માં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ.
- સમાજના આજે બે ભાગ અથવા વધુ પડતા ભાગ પડ્યા હોય ત્યાં એ સમાજને એક કરવાની અને સંગઠિત કરવાનો ચોક્કસ પ્રયાસ કરવો પેડસે. (આ કારણોસર, લગ્ન સંબંધ બનતો નથી ).
- યુવક અને યુવતિઓનો બાયોડેટા 5:1 રેશિયો પર આવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. આપણે આ ગુણોત્તરને 3:2 સુધી વધારવાનો પ્રયાસ કરવો પડશે.
- જ્યારે દરેક લગ્નવિષ્યક ગ્રુપ ના એડમિનો પરિસ્થિતિને સંતુલિત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હોય, તે સમયે અમુક યુવતીના માતા-પિતા ગામ મા સાસરુ અને ગામ મા પિયરયુ ની અપેક્ષા રાખી રહ્યા છે તે વાજબી નથી.
- હાલની પરિસ્થિતિમાં, યુવતીના માતા-પિતાએ પુત્રીને કાઉન્સેલિંગ આપવું પડશે કે, તેણીને ઓછી આવકમાં ઘર ચાલવતા શીખવાની જરૂર છે.( કારણ કે આપણો સમાજ મધ્યમ વર્ગનો છે).
- દર 15 અથવા 30 દિવસે અલગ અલગ શહેર/ગામ મા જીવનસાથી પસંદગી (લગ્નવિષયક) બેઠકનું આયોજન.
- શહેર/ગામના પ્રમુખશ્રી અને આગેવાનોના સહયોગથી મજબૂત કોઓર્ડિનેટર ટીમની રચના.
- શહેર અને ગામના કેટલાક ભાગોમાં, ઘણા યુવકો અને યુવતીઓ બેરોજગાર છે. આપણે ચોક્કસપણે આ માટે પ્રયાસ કરવો પડશે, પછી ભલે તે સરકારી ક્ષેત્રમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં. અમે રાણા સમાજના કાઉન્સિલરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ માટે પ્રી-વિલેજ બનાવે. (આ માટે ખાનગી ક્ષેત્રના માલિકોને મળવું, એમઓયુ કરવા).
આભાર .
ગ્રુપ ટીમ એડમિન.













