World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

૧૧.૦૭.૨૦૨૬ ના રોજ રાત્રે ૯.૦૦ થી ૯.૪૦ વાગ્યા સુધી વર્ચ્યુઅલ મીટિંગ (ગુજરાતી રાણા સમાજ ઇન્ટરનેશનલ મેટ્રિમોની ગ્રુપ 2) યોજાઈ.

૧૧.૦૭.૨૦૨૬ ના રોજ રાત્રે ૯.૦૦ થી ૯.૪૦ વાગ્યા સુધી વર્ચ્યુઅલ મીટિંગ (ગુજરાતી રાણા સમાજ ઇન્ટરનેશનલ મેટ્રિમોની ગ્રુપ 2) યોજાઈ.
International Views: 160
1 0
Spread the love

Read Time:2 Minute, 37 Second

નમસ્તે જી.
૧૧.૦૭.૨૦૨૬ ના રોજ રાત્રે ૯.૦૦ થી ૯.૪૦ વાગ્યા સુધી વર્ચ્યુઅલ મીટિંગ (ગુજરાતી રાણા સમાજ ઇન્ટરનેશનલ મેટ્રિમોની ગ્રુપ 2) યોજાઈ.
એકબીજાને સાંભળનારા બધા 70 સહભાગીઓનો આભાર.
👉વર્ચ્યુઅલ મીટિંગ મા ચર્ચા કરેલ અગત્યના મુદ્દાઓ👇

  1. રાણાવાસ,ગોલવાડ, સ્ટ્રીટ ના માર્ગની સફાઈ, અતિક્રમણ દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે આયોજન.
  2. રાણાવાસ માં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ.
  3. સમાજના આજે બે ભાગ અથવા વધુ પડતા ભાગ પડ્યા હોય ત્યાં એ સમાજને એક કરવાની અને સંગઠિત કરવાનો ચોક્કસ પ્રયાસ કરવો પેડસે. (આ કારણોસર, લગ્ન સંબંધ બનતો નથી ).
  4. યુવક અને યુવતિઓનો બાયોડેટા 5:1 રેશિયો પર આવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. આપણે આ ગુણોત્તરને 3:2 સુધી વધારવાનો પ્રયાસ કરવો પડશે.
  5. જ્યારે દરેક લગ્નવિષ્યક ગ્રુપ ના એડમિનો પરિસ્થિતિને સંતુલિત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હોય, તે સમયે અમુક યુવતીના માતા-પિતા ગામ મા સાસરુ અને ગામ મા પિયરયુ ની અપેક્ષા રાખી રહ્યા છે તે વાજબી નથી.
  6. હાલની પરિસ્થિતિમાં, યુવતીના માતા-પિતાએ પુત્રીને કાઉન્સેલિંગ આપવું પડશે કે, તેણીને ઓછી આવકમાં ઘર ચાલવતા શીખવાની જરૂર છે.( કારણ કે આપણો સમાજ મધ્યમ વર્ગનો છે).
  7. દર 15 અથવા 30 દિવસે અલગ અલગ શહેર/ગામ મા જીવનસાથી પસંદગી (લગ્નવિષયક) બેઠકનું આયોજન.
  8. શહેર/ગામના પ્રમુખશ્રી અને આગેવાનોના સહયોગથી મજબૂત કોઓર્ડિનેટર ટીમની રચના.
  9. શહેર અને ગામના કેટલાક ભાગોમાં, ઘણા યુવકો અને યુવતીઓ બેરોજગાર છે. આપણે ચોક્કસપણે આ માટે પ્રયાસ કરવો પડશે, પછી ભલે તે સરકારી ક્ષેત્રમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં. અમે રાણા સમાજના કાઉન્સિલરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ માટે પ્રી-વિલેજ બનાવે. (આ માટે ખાનગી ક્ષેત્રના માલિકોને મળવું, એમઓયુ કરવા).
    આભાર .
    ગ્રુપ ટીમ એડમિન.
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *