
🙏જન્મદિવસની ખુબ ખુબ શુભકામના🙏🌹🌹🌹🙏🌹
24 ગામ રાણા સમાજ ની સ્થાપના ૧૯૮૬ માં કરવામાં આવી અને આ ટીમ દ્વારા પાંચ સમુહ લગ્ન નું આયોજન કરીને ગરીબમાં ગરીબ દીકરીઓને આર્થિક બોજથી બચાવી પરણાવવામાં આવી છે તેમજ પાંચ પસંદગી મેળા જેવા મોટા કાર્યક્રમો કરવામાં આવ્યા. જેનાથી સમાજના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓને પોતાની પસંદગી થી જીવનસાથી પસંદ કરવાનો અવસર આપવામાં આવ્યો. અને ખાસ કરીને મા ખોડીયાર ના આશીર્વાદ રુપી જય માતાજી જીવન સાથી ગ્રુપનું આયોજન કરીને આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં રાણા સમાજના અનેક દીકરા દીકરીઓ ના જીવન નિર્માણ કરવામાં આવ્યા છે તેમજ સમગ્રરાણા સમાજમાં સૌ પ્રથમ વખત
શિક્ષણ વિભાગના તમામ ગુરુજનો ને સમાજમાં આગવુ સ્થાન આપવા માટે શિક્ષણ સાગર ગ્રુપ નું આયોજન કરવામાં આવ્યું. દેશમાં અને વિદેશમાં વસેલા રાણા સમાજના જ્ઞાતિબંધુઓને આ ગ્રુપોમાં જોડીને રાણા સમાજની એકતા વધારવાના પ્રયાસો કર્યા.
આ પ્રમાણેની 24 ગામ રાણા સમાજની ટીમના પ્રમુખ તરીકે જગદીશભાઈ એ રાજીનામું આપતા શ્રીમાન પરેશભાઈ. એસ. રાણા કે જેઓ R.S.S માં જોડાયેલા છે અને એગ્રીકલ્ચર એજ્યુકેશન ની પદવી ધરાવે છે અને એગ્રીકલ્ચર અને ફર્ટિલાઇઝર્સ પ્રોડક્ટ નો પોતાનો બિઝનેસ સંભાળે છે .તેઓ ની 24 ગામ રાણા સમાજ (1986) ટીમના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેઓનો આજે જન્મદિવસ હોય 24 ગામ રાણા સમાજ 1986 ટીમના તમામ સભ્યો અને 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન ની તમામ બહેનો હૃદય પૂર્વક પરેશભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પાઠવીએ છીએ.
🎂🎂🎂🍫🍫🍫🍿🍿🍿🌹🌹🌹🌹🌹🌹🎂🌹.🌹



