
યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા તા- ૫/૪/૨૦૨૬ ને રવિવાર ના રોજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ અંકલેશ્વર રાણા રોયલ કપ 2026 નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની કુલ આઠ ટીમ એ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ ભરૂચ એવેન્જર્સ ઇલેવન અને અંકલેશ્વર ચામુંડા ઇલેવન વચ્ચે રમાઈ હતી જે રસાકસી ભરી મેચમાં એવેન્જર્સ ઇલેવન ભરૂચ વિનર અને રન્સઅપ ચામુંડા ઇલેવન અંકલેશ્વર નો વિજય થયો હતો તે બદલ યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં રાણા સમાજના વડીલો બાળકો અને મહિલાઓ મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા બધાનો ખુબ સુંદર સહયોગ રહ્યો હતો. દાતાશ્રીઓના દાન થકી ખેલાડીઓ તથા કાર્યકર્તાઓ માટે સવારે ચા નાસ્તા ની અને બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આયોજક કમિટીના સભ્યોએ ઘણી મહેનત કરી ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
આ ટુર્નામેન્ટ ના કાર્યક્રમ માં દાન આપનાર દાતાશ્રીઓ તથા પોતાનો કિંમત સમય આપી કાર્યક્રમ ને સફર બનાવા જહેમત ઉઠાવી યોગદાન આપનાર તમામ સાથી મિત્રો તથા વડીલો તથા બહેનો નો યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા દરેક કર્યો માં હંમેશા સાથ સહકાર આપતા રહેશો એવી આશા વ્યક્ત કરીએ છીએ🙏🏻



